ભચાઉ પો.સ્ટે નો વણશોધાયેલ મોટર સાઇકલ ચોરીનો ગુન્હો શોધી આરોપીઓને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ વણશોધાયેલ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે ચીરઇ તા.ભચાઉ વીસ્તારમાંથી ચોરી કરી ગાંધીધામ જવાહરનગરસીમ માં આવેલ બાવળની ઝાડીમાં સંતાળી રાખેલ મો.સા. તથા ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ મો.સા. એમ કુલ -૦૨ મો.સા. કબજે કરી ભચાઉ પો.સ્ટે નો વણશોધાયેલ મો.સા ચોરીનો ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપીઓ ( ૧ ) રોનક ઉર્ફે ભુકંપ ભલાભાઇ બઢીયા ઉ.વ .૨૧ રહે.ગોકુળગામ નાની ચીરઈ તા.ભચાઉ ( કચ્છ ) ( ૨ ) અકબર ઉમર કુંભાર ઉવ .૨૫ રહે.મોટી ચીરઇ તા.ભચાઉ આરોપીનો એમ.ઓ : ઉપરોક્ત આરોપીઓ હેન્ડલ લોક કરેલ મો.સા. ને પક્કડ તથા પાના વડે તોડી મો.સા ડાયરેક્ટ કરી ચોરી કરી લઇ જવાની એમ.ઓ ધરાવે છે . શોધાયેલ ગુનો – ભચાઉ પો.સ્ટે . એ.ગુ.ર.નં .૦૨૧૫ / ૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ મુદ્દામાલ ( ૧ ) હિરો સ્પલેન્ડર મો.સા.નં. જી.જે.૧૨.એ.સી .૫૨૮૧ કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૨ ) બજાજ ડિસ્કવર મો.સા. નં . – જી.જે.૧૨.બી.એચ .૪૭૪૮ કિ.રૂ .૨૦,૦૦૦ / ( ૩ ) એક પક્કડ તથા એક પાનુ કિ.રૂ .૦૦ / ૦૦ કુલ કિ.રૂ .૩૦,૦૦૦ / – ( ત્રીસ હજાર ) ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફના માણસો દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .