વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસકુઈ ગામમાં શિવમ સ્પોર્ટસ ગ્રુપ અને વાંસકુઈ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન એજ મહાદાન માટે એક સેવાકી કાર્ય સાથે દર્દીઓને નિ:શુલ્ક ધોરણે રક્ત મળી રહે હેતુસર વાંસકુઈ પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિર નું આયોજન કરેલ હતું જેમાં રક્તદાન શિબિરમાં ૨૮”યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું જે શિબિરને શિવમ સપોર્ટસ અને ગ્રામપંચાયતે પૂરતો સહકાર આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.વાંસકુઈ ગામે રક્તદાન કેમ્પમા ગામના સરપંચ રેખાબેન હસમુખભાઈ બીજેપી મહામંત્રી સંજય બિરારી ગામના અગ્રણીઓ બીપીન ભાઈ નરેશભાઈ શૈલેષભાઈ હસમુખભાઈ જિલ્લાના નવનિયુક્ત બીજેપી મંત્રી મુકેશભાઈ પટેલ રસિકભાઇ ટાંક કનુભાઈ હરીશભાઈ ચંદ્રકાંતભાઈ નવલુ કાકા શાળાના આચાર્ય અને ગ્રામજનો હાજર રહીને ૨૮’ યુનિટ જેટલું રક્ત એકત્રિત કર્યું હતું જે વલસાડ બેંક ખાતે મોકલવામાં આવેલ. રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણપૂરું પાડી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.