વાંસદા
રીપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચાની મિટિંગ જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખશ્રી અરવિંદભાઈ ગરાસિયાના અઘ્યક્ષ સ્થાને વાંસદા સર્કિટ હાઉસમાંરાખવામાં આવી હતી. મિટિંગની શરૂઆત વાંસદા તાલુકા આદિવાસી મોરચાના પ્રમુખ ચિંતુભાઈ બિસરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ભાજપની સરકારે ઘણા કામો કર્યા છે અને આદિવાસીઓના વિકાસમાં મને વાંસદા તાલુકા આદિવાસી મોરચાના પ્રમુખ માટેની નિમણુંક કરી માટે હું જિલ્લા મોવાડી મંડળનો આભારી છું…
નવસારી જિલ્લા આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિનભાઈ ગામીત જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં ભાજપની કેન્દ્રની અને ગુજરાત સરકારે જન્મે ત્યારથી મરણ સુધીની યોજના બનાવી છે.. અને જણાવ્યું હતું કે કોરાના જેવી મહામારીમાં ગરીબોને અનાજ, તેમજ આદિવાસીને ખેડૂતોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ખાતર,બિયારણ, જંતુનાસક દવાઓ, પુરી પાડી રહી છે..
સાશક પક્ષના નેતા શિવેન્દ્ર સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વાંસદા તાલુકોમાં આદિવાસી 90 %લોકો રહે છે કોંગ્રેસના નેતાઓ ભોળા આદિવાસીને છેતરીને મત મેળવવા માટે ઉપયોગ કરે છે.
વાંસદા તાલુકા આદિવાસી મોરચાના દરેક સભ્યોએ આવતી સરપંચની ચૂંટણીમાં વધારેમાં વધારે સરપંચો ભાજપના બને અને આવતી વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ જીતે એવા સંકલ્પ કર્યા હતા. આ મિટિંગ સંચાલન વાંસદા તાલુકા આદિવાસી મોરચાના મહામંત્રી કિરણભાઈ, રતિલાલભાઈ, સાત્વિકભાઈ, વગેરેઓએ કર્યું હતું..
આ મિટિંગમાં મંડળના મહામંત્રી સંજયભાઈ, રાકેશભાઈ. વિપુલભાઈ જીરવલ, સતિષભાઈ. પ્રદ્યુમ્નભાઈએ હાજરી આપી હતી…