ભચાઉ અને રાપર માં દલિતો પર થતા અત્યાચાર મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી
ભુજ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આજ રોજ કચ્છ કલેક્ટર કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું જેમાં છેલ્લા ઘણા સમય થી પૂર્વ કચ્છ ના ભચાઉ રાપર માં દલિતો પર અત્યાચારો બંન્દ થવાનું નામ નથી લેતા. દલિત સમાજ ના યુવાનો ને માર મારવા માં આવે છે અને બંધારણીય હોદ્દો ધરાવતા ગામ ના સરપંચ ને પણ માર મારવા માં આવે અને જાણે તંત્ર ની મીઠી નજર હોય એવુ જણાય છે. કારણકે ફરિયાદ ને કેટલા દિવસ થઇ જવા છતાં પણ કોઈ ની ધરપકડ કરવા માં આવતી નથી. આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી અને હિતેશ મહેશ્વરી સાથે ભીમા કોરેગાંવ સેના ના સુરેશભાઈ કાંઠેચા મનજી રાઠોડ સાહેબ.. દિપક દાફડા. ભાવેશ પરમાર જગદીશ પરમાર પપુ ધૈયડા અને એમની ટીમ અને ત્યાં ના પીડિત ગ્રામજનો તેમજ બહુજન સમાજ na કાર્યકર્તા ઓ લાલજીભાઈ બૂચિયા, બ્રિજેશ સમ્રાટ, રમણીક ગરવા મળી ઉગ્ર રજુઆત કરવા માં આવી અને આવા બનાવો ના બને એવી તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માં આવે એવી માંગ કરવા માં આવી.