गुजरात
ગુજરાતી સેલેબ્સે ઉજવ્યો રક્ષાબંધનનો પવિત્ર અને પ્રેમભર્યો તહેવાર
રાજકોટ : આજે રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં ભાઈ-બહેનના પવિત્ર અને પ્રેમભર્યા એવા તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીમાં સેલિબ્રિટી પણ પાછળ નથી. રાજકોટમાં વર્ષોથી રહેતા એવા જાણીતા ભજનીક હેમંત ચૌહાણે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. તો સાથોસાથ કૌરવો અને પાંડવોના વખતથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાતો આવે છે તે પણ જણાવ્યું હતું.