અનુસુચિત જાતિના લોકો સાથે થાતું ઓરમાયું વર્તન ના લીધે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ
ભુજ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તસ્વીર. નથુભાઈ ગોહિલ
તા.02.06.2021 થી જિલ્લા કલેક્ટર કચેરી બહાર ન્યાય ના મળે ત્યાં સુધી મીડિયાળા ગામના અનુસૂચિત જાતિના લોકો ભૂખ હડતાળ પર ઉતર્યા
મીડિયાળા ગામ ના અરજદાર છેલ્લા 12 મહિના થી મીડિયાળા ગામ ના રે.સ.ન.290 જે એ.02.00.ગુઠા ગામતાળ મંજુર કરવામાં આવેલ છે તે જમીન પર સ્થાનિક માથાભારે લોકો એ કબજો કરેલ છે તેવી રજુઆત જિલ્લા કલેક્ટર, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી ને કરેલ હોવા છતાં નક્કર પગલાં લેવામાં ના આવતા ભૂખ હડતાળ પર ઉતર્યા
મીડિયાળા ગ્રામ પંચાયત ના રે.સ.ન.290 ગામતળ માં દબાણ કરેલ હોવા ના કારણે અનુ.જાતિ ના અરજદારો ને મજૂર થયેલ પ્લોટ ગ્રામ પંચાયત ફાળવતી નથી.
ગામ માં રબારી સમાજ ની બહુમતી હોવા ના કારણે અનુસુચિત સમાજ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.આથી અવારનવાર મીડિયાળા ગામ ના અનુ.જાતિ ના અરજદારો રજુઆત કરેલ છે તેમ છતાં ન્યાય મળેલ નથી.આખરે હારી કંટાળી ને તા.02/06/2021 ના રોજ 11:00 વાગ્યા થી ભૂખ હડતાળપર અચોક્કસ મુદ્દત સુધી બેઠેલા છે.આ અરજદારો સાથે સમસ્ત મહેશ્વરી સમાજ ની લાગણીઓ જોડાયેલ છે જો ન્યાય નહીં મળે તો હું પણ એ લોકો ની સાથે જોડાઈશ એવું નરેશ મહેશ્વરી કાર્યકારી પ્રમુખ-કચ્છ મહેશ્વરી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું
ભૂખ હડતાળ પર બેઠેલા મીડિયાળા ગામના અરજદારો
(૧) કરસન બુધા મહેશ્વરી
(૨)અશોક દેવજી મહેશ્વરી
(૩)ધનજી માલશી મહેશ્વરી