સુરત: પુત્રને દાદા-દાદી પાસે મોકલવા અંગે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, મહિલાએ ટૂંકાવ્યું જીવન
સુરતના અમરોલીના છાપરાભાઠામાં રહેતી અને શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતી પરિણીતાએ પોતાના પુત્રને વતનમાં માતા પાસે રાખવાનું કહ્યું હતું. જે કારણે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ બાળકને પોતાની પાસે રાખવાની વાત કરી હતી. આ વાતનું લાગી આવતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.
સુરતમાં સતત આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. તેમાં પણ લોકો સામાન્ય બાબતે આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. ત્યારે પતિ પત્નીના સામાન્ય ઝગડામાં પતિ અથવા પત્ની એવા પગલાં ભરી લેતા હોય છે કે, તેમના બાળકોને માતા અથવા પિતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવતો હોય છે. જોકે આવીજ એક ઘટનામાં માત્ર ચાર વર્ષના બાળકને માતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવ્યો છે.
મૂળ બનાસકાંઠાના વતની અને હાલ અમરોલી છાપરાભાઠાના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 24 વર્ષીય આશા રમેશ ચૌધરી સુરતમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. આ નર્સ આશાને એક ચાર વર્ષનો દીકરો છે જે વતનમાં દાદા-દાદી સાથે રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી પુત્ર નર્સ સાથે જ રહેતો હતો. નર્સ સંતાનને વતન મોકલવા માંગતી હતી. 23મી તારીખે 4 વર્ષના પુત્રને વતન વતન મોકલવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ પુત્રને પોતાની સાથે જ રાખવા માંગતો હતો. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્નીને માઠું લાગી આવતા તેણીએ એક રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો.