गुजरात
આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા.
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ મામલતદાર કચેરીમાં ACB ની રેડ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે ઝડપાયા. ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા ને એસીબીની ટીમે અરેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ જગ્યા ઉપરથી નાસી છૂટી ગયા છે. જ્યારે ફરિયાદ પણ આમોદ શહેરના ભાજપના હોદ્દેદાર કમલેશ પટેલ બાંડી દ્વારા કરવામાં આવી હતી