गुजरात

ઉનાઈ આઉટ પોસ્ટના હેડ.કો. મોહનભાઈ પવારને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાંસદા વહીવટી તંત્ર દ્વારા ૧૫”મી ઓગસ્ટના સમ્માન કરાયું.

Anil Makwana

વાંસદા

રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી

વાંસદા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.૧૫’ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, પોલીસ સહિતના દરેક વિભાગોમાં કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારને વાંસદા મામલતદાર જીગ્નેસભાઈ જીવાણી અને પ્રાંત અધિકારી આર.સી.પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.લોકડાઉન દરમિયાન ઉનાઈ આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ પોલીસ જવાન મોહનભાઈ પવાર પણ સતત પોતાની ફરજ પર તૈનાત રહવાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. કોવિડ-૧૯ની મહામારી સામે પોતાના સ્વાસ્થય કે પરિવારની ચિંતા કર્યા વગર રાષ્ટ્રહિત માટે લોકડાઉન દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવાની અમુલ્ય કામગીરી કરવામાં આવેલ. તે બદલ આ કામગીરીની વાંસદા તાલુકા વહીવટી તંત્રએ નોંધ લઇ તેઓને ૧૫’મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં મામલતદાર અને પ્રાંત અધિકારીના હસ્તે સમ્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હ્ય. આમ, લોકડાઉનમાં ‘ફરજ સાથે સેવા’નું ઉત્કૃષ્ટ કાર્ય પૂરું પાડનાર પોલીસ જવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button