गुजरात

વાવાઝોડાએ અમદાવાદમાં મે મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડ્યો, શુક્રવારથી વાતાવરણ થઇ શકે છે સાફ

Tauktae વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થયું છે. જેના કારણે શહેરમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ (rainfall) વરસ્યો હતો. જેના કારણે શહેરનાં તાપમાન પણ ઘટીને 25 ડિગ્રી નોંધાયું હતું. વાવાઝોડાની અસરને પગલે શહેરમાં મે (May) મહિનામાં એક જ દિવસમાં 5.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ આંકડો મે મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે બુધવારની બપોર પછી શહેરમાં ઉઘાડ નીકળી શકે છે.

શુક્રવારથી વાતાવરણ સાફ થવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. જે બાદ શુક્રવારથી વાતાવરણ પૂર્વવત્ થવાનું શરુ થઇ જશે અને ગરમીમાં વધારો થવાની પણ શક્યતાઓ છે. આગામી સપ્તાહથી ફરીથી શહેરમાં આકરી ગરમી આવવાનાં એંઘાણ પણ છે. જેનાથી મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ શકે છે.

વાસણા બેરેજનાં દરવાજા ખોલાયા

સામન્ય રીતે અમદાવાદમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. પવન અને વરસાદથી 15 મકાન તૂટી પડ્યા હતા.

Related Articles

Back to top button