અમદાવાદ: બીજેપીના સફાઈ અભિયાન કાર્યક્રમમાં મેયર ગેરહાજર, ઉજવણીના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે વાસણા વિસ્તાર માં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કચરાની સફાઈ કરનાર આ મંત્રીઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમમાં મેયર આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા ન હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં ચારેક જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યક્રમ ગુપ્તાનગરમાં પણ યોજાયો હતો. મેયરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં એલીસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ તથા વાસણા વિસ્તારના કોર્પોરેટરો અને પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર રહ્યા હતા.