આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા કોરોના માર્ગદર્શન સંવાદમાં નામાંકિત ડૉક્ટરશ્રીઓ દ્વારા અદભુત માર્ગદર્શન આપવામાં આવ્યું.
Anil Makwana

ગાંધીનગર
રીપોર્ટ – જાકિર મીર
ગત તા.7 મેં ના રોજ આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ ગુજરાત કે જે ફેસબૂક પર 33000 +સભ્યો ધરાવતું ગુજરાત પ્રથમ પ્લેટફોર્મ છે જેમના દ્વારા કોરોના માર્ગદર્શન સંવાદ અનુસંધાને નામાંકિત ડોકટરો દ્વારા માર્ગદર્શન છેવાડાના લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસાર સુરત ના જાણીતા એમ.ડી.ડોકટર શ્રી જીગ્નેશ લાડુમોર દ્વારા ખૂબ સારી અને અસરકારક માહિતી આપવામાં આવી હતી એમના કહેવા મુજબ અને અનુભવ મુજબ કોરોના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકાર શક્તિ જેમની વધુ તેને કોરોના ની અસર ઓછી થાય છે અને તે માટે આયુર્વેદ ના ઉપાયો, યોગ કસરત અને સાદા પાણીની નાસ,હળદર વાળું દૂધ ,સદા નિયમિત ખોરાક ખૂબ અસર કારક છે,કોરોનાની કોઈ પરમેનેન્ટ દવા નથી, મેડિસિન એ એક અજમાયશી ઉપાય થી દર્દીને સાજા કરવામાં ના ઉપાય રૂપે કરવામાં આવતા પ્રયત્નો છે જેના આધારે યોગ્ય સમયસરની સારવારથી કોરોના સામે રાહત મળી શકે છે એટલે સાવચેત રહી સ્વકાળજી જ આપને કોરોના સામે લડવા અસરકારક છે.
શહેરના જાણીતા એમ.ડી.ડોકટર મયુરભાઈ કલસરિયા દ્વારા ખૂબ સચોટ માહિતી ના ભાગરૂપે આપવામાં આવી એમના કહેવા મુજબ કોરોના ગંભીર ખૂબ જ છે પણ જો સમયસર વહેલી તકે સારા ડોકટરની સારવાર અને તાપસ કરી લેવામાં આવે તો ગંભીરતાથી બચી શકાય છે,ગંભીર દર્દીની બાબતમાં પ્લાઝ્મા વિશે અને મ્યુકરમાયસોસિસ રોગ વિશે માહિતી આપી જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વધુમાં એમને જણાવ્યું હતું કે આળસ કર્યા વગર વહેમમાં રહ્યા વગર વહેલી તકે સારવાર જ હિતાવહ છે ,એમને પણ જણાવ્યું હતું કે કોરોના માટે રામબાણ ઈલાજ વહેલી તકે કોરોના રસી લઈ સુરક્ષિત થઈ જઈએ તે જ છે,બાકી બધા સાજા થવા માટેના પ્રયત્નો છે…
અમદાવાદથી જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ એમ. ડી.ડોકટર શ્રી રવિન્દ્ર ગાધે દ્વારા પણ કોરોના અંગે ખૂબ સચોટ વાતો મુકવામાં આવી એમને પણ સાવચેત રહેવા ,માસ્ક સેનિટાઈઝર પર ભાર મૂકી સલામત રહેવા સૂચન સાથે કોરોનાથી થતી આડઅસર અને તેના ઉપાયો વિશે માહિતી આપી હતી તેમના કહેવા મુજબ કોરોના દર્દી માટે આરામ કસરત અને સમયસરની સારવાર જ ગંભીરતાથી બચાવી શકે …તેમજ કોરોનાથી થતી પેટની તકલીફ વિશે ખૂબ સચોટ માહિતી આપી હતી,
બધા ડૉક્ટર દ્વારા પ્લાઝ્મા,રેમદડેશીવર,કોરોના રિપોર્ટ,વેન્ટિલેટર ની સ્થિતિ ,મીથીલીન બ્લ્યૂ વગેરે જેવી બાબતો પર સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દરેક ડોકટર દ્વારા એક જ સલાહ હતી કે સાવચેત રહી સમયસર સારવાર જ ગંભીરતાથી બચાવી શકે અને રસીકરણ ના માધ્યમથી વહેલી તકે દરેક રસી લઇ લે તે જ રામબાણ ઈલાજ અત્યારે છે
સમગ્ર વેબીનાર દરમ્યાન આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપના એડમીન આર. જે.રામ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વેબીનાર ના સંવાદ વક્તા તરીકે સહ એ ડમીન અને સુરતના કન્વીનર મથુરભાઈ બલદાણીયા દ્વારા અહમ ભૂમિકા ભજવી વેબીનારને અસરકારક બનાવ્યો હતો,
વેબીનારમાં ફેસબૂક ના માધ્યમથી અનેક લોકો જોડાઈને માર્ગદર્શન મેળવ્યુ હતું ત્યારે સહ એડમીન સંજયભાઈ છૈયા,ભરતભાઇ હડિયા અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના વૈચારિકક્રાંતિ ગ્રુપના કન્વીનર સહકન્વીનર ભાઈઓ અને બહેનોએ છેવાળા લોકો સુધી માહિતી પહોંચાડવામાં સહયોગી રહ્યા હતા .સમગ્ર વેબીનાર દરમ્યાન અનેક નામાંકિત લોકો ,ડોકટરો,પ્રોફેસર,શિક્ષકો અને દર્શકો એ પોતાના પ્રશ્નો આપ્યા હતા જેનું ડોકટર શ્રીઓ દ્વારા સચોટ સમાધાન આપવામાં આવ્યું હતું.