गुजरात

અમદાવાદ : રેમડેસિવિરની કાળા બજારી કરતા લોકોની ખેર નથી! દલાલો પર ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર

દેશમાં કોરોનાની બીજી લહેરથી અનેક લોકોનાં મોત થઈ રહ્યા છે તો અનેક લોકો કોરોના સંક્રમિત થતા બચી શક્યા નથી. કોરોનાએ જે રીતે માથું ઉચકયું છે તેના થી તમામ લોકો પરેશાન છે અને તેના થી કઈ રીતે બચી શકાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.જોકે આવા સમયે પણ રેમડિસિવિર ઈન્જેકશનની જરૂરિયાત ઉભી થતા અને લોકો આ ઇન્જેક્શનની પણ કાળા બજારી અને નકલી ઇન્જેકશન બનવવાની શરૂઆત કરી નાખી છે અને જેથી લોકોને 10 થી 50 ગણા સુધી વધુ ભાવ આપી ખરીદવા મજબૂર બનવું પડી રહ્યું છે.તેવા માં ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જેમાં અનેક લોકો ઝડપાઈ ગયા છે.

આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી એ તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આવામાં હાલ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ટીમ બનવવામાં આવી છે અને જે લોકો શહેરમાં આવા લોકોને પકડવા કાર્યવાહી કરી રહ્યા છે.

Related Articles

Back to top button