गुजरात

અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?

અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમા 108 એમ્બ્યુલન્સ વગર આવતા દર્દીઓને દાખલ નહિ કરવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. જેની સામે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર એવા ડૉ. વસંત પટેલે સવાલો ઉઠાવ્યા છે. આવા દર્દીઓના જો મોત થશે તો જવાબદાર કોણ રહેશે? તે એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMC સંચાલિત SVP હૉસ્પિટલમાં 600 બેડની, LG હોસ્પિટલમાં 200 બેડની અને શારદાબેન હોસ્પિટલમાં 100થી વધુ બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાય અન્ય રીતે આવનારા દર્દીઓને દાખલ કરવામાં નહી આવતા હોવાનો આરોપ ડૉ. વસંત પટેલે લગાવ્યો છે.

Related Articles

Back to top button