વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ

વાપીની 21 ફસ્ટ હૉસ્પિટલોમાં સારવાર દરમિયાન એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના 2.08 લાખ ચૂકવવાનું કહ્યું હતું પરંતુ દર્દીના પરિવાર પાસે આટલી મોટી રકમ ન હતી. જેથી મૃતકના પરિવારે હોસ્પિટલ પાસે બીલ ભરવા માટે થોડો સમય માગ્યો હતો. જેને કારણે હૉસ્પિટલે મૃતદેહ આપવાની ના પાડી દીધી હતી. આટલાથી પૂરું ન થયું તો, પરિવાર તાત્કાલિક નાણા ભરી ન શક્યા. અને હોસ્પિટલે તેમની કાર કબજે કરી લીધી હતી. નોંધનીય છે કે, સરીગામ કોલીવાડમાં રહેતા લલીતાબેન વીરસિંહભાઇ બોચર ઉ.વ.52ની તબિયત 31 માર્ચના રોજ લથડતા પરિજનો તેમને વાપીની 21 સેન્ચુરી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલે તે પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી.
‘બાકી બિલને કારણે હૉસ્પિટલે અમારી કાર લઇ લીધી હતી’
મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, 21 સેન્ચુરી હૉસ્પિટલના સંચાલકોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સોંપતા પહેલા હૉસ્પિટલનું બાકી બીલ ચુકવવાનું કહ્યું હતું. અમારી પાસૈ પૂરતા પૈસા ન હતા એટલે અમે કહ્યું હતું કે, અમને થોડા દિવસ આપો અમે બિલ ચુકવી દઇશું. તો હૉસ્પિટલના સંચાલકોએ અમારી પાસે ઈકો કાર હતી તે ગીરવે રાખવા કહ્યું હતું. અમારી કાર ગીરવે રાખી લેતા અમારે ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.