પચ્છિમ કચ્છ જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનનો વણ શોધાયલો મો.સા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ
ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરીના ગુના શોધી કાઢવા સૂચના હોઇ જેથી અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા. નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દેવળીયા નાકા પાસે આવી શક પડતા વાહન ની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન એક મો.સા નંબર પ્લેટ વગરનું નિકળતા તેને ઉભુ રખાવી ચેક કરતા તેનો ચાલક સંતોષ કારક જવાબ આપતો ન હોઈ અને ગલ્લા તલ્લા કરવા લાગેલ મો.સા. ના ચાલકનું નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ ગાંગસ (કોલી) ઉ.વ.૨૨ રહે.કોલીવાસ, અંજાર-ભુજ બાઈપાસ રોડ,વિજયનગર, અંજાર વાળો હોવાનું જણાવેલ જેના કન્જામાં રહેલ મો.સા. જોતા કેસરી કલરનું કે.ટી.એમ. કંપનીનું મો.સા. હોઈ જેમાં આગળ-પાછળ નંબર પ્લેટ લાગેલ ન હોઈ જેના એજીન નં-793814378 તથા ચેસીસ નં-MD 2 JPJYB 4 HC 222816 વાળા લખેલા હોઈ જેથી મજકુર ઈસમ પાસે તેના કબજામાં આ મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા કે બીલ હોઈ તો રજુ કરવા જણાવતા પોતા પાસે આ વાહનના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમ આ મો.સા. કોઈ જગ્યાએથી ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનું જણાતાં તેની કિ.રૂ.૯૦,૦૦૦/૦૦ ગણી શક પડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ-૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઈસમને તેના અટકાયતના કારણોની સમજ કરી Cr.P.C કલમ-૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ અને આગળની કાર્યવાહિ કરવામા આવેલ છે. શોધવામાં આવેલ વણ શોધાયેલ ગુનો માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૨૦૫૦૩૧૨૧૦૨૨/૨૦૨૧ ઇ.પી.કો- ૩૭૯ મુજબ પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ ગાંગસ (કોલી) ઉ.વ.૨૨ રહે.કોલીવાસ, અંજાર-ભુજ બાઈપાસ રોડ,વિજયનગર, અંજાર કબજે કરેલ મુદામાલ :કે.ટી.એમ. કંપનીનું મો.સા. કિ.રૂ.૯૦,૦૦૦/૦૦ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.