गुजरात

ગણતરીના દિવસમાં વણશોધાયેલ મો.સા ચોરી ગુનો શોધી મુદામાલ રીકવર કરી આરોપી શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ

પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોકલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી ગુનાઓ શોધવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં ૦૩ ૪૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઝાલા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય જે આધારે પો.કોન્સ યોગેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ જગદિશભાઇ સોલંકી નાઓએ અત્રેના જીલ્લામાં આવેલ નેત્રમ પ્રોજેક્ટ તથા હ્યુમન શોર્સની મદદથી બાતમી આધારે પોલીસ સ્ટાફનાં માણસોની ટીમ બનાવી ઉપરોક્ત ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અન્વયે મેધમાયા સો.સા મે(કું) તા.અંજાર ખાતેથી આરોપી તથા નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓઃ(૧) મીતુલ ઉર્ફે હની મુકેશભાઇ કોટીયા(મહેશ્વરી) ઉ.વ ૨૨ રહે. મેધમાયા ઝુપડપટ્ટી મેધપર(કું) તા.અંજાર (૨) રાજેશ આત્મારામ ખોખર(મારવાડા) ઉ.વ ૨૦ રહે. મેધમાયા સો.સા પ્લોટ નં ૬૪ મેધપર(કું) તા.અંજાર
મુદ્દામાલની વિગતઃ(૧) હિરો સ્પલેન્ડર મો.સા નં જી.જે.૧૨.ઇ.એ.૭૨૬૭ કિ.રૂ.૩૫૦૦૦/(૨) હિરો સ્પલેન્ડર મો.સા નં જી.જે.૧૨.ઇ.બી.૬૩૨૪ કિ.રૂ.૨૦,૦૦૦/(૩) હિરો સ્પલેન્ડર મો.સા નં જી.જે.૧૨.બી.સી.૨૨૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/(૪) હોન્ડા ડ્રીમ નીયો મો.સા નં જી.જે.૧૨.સી. કર્યુ.૮૯૫૦ કિ.રૂ.૪૦,૦૦૦/કુલ કિ.રૂ.૧,૩૫,૦૦૦/આરોપીઓનો એમ.ઓ:ઉપરોક્ત આરોપીઓ હેન્ડલલોક ન કરેલ મો.સા ડાયરેક્ટ કરી મો.સા ચોરી કરી તેના પાર્ટસ છુટા કરી પાર્ટસ વેચવાની એમ.ઓ ધરાવે છે. શોધાયેલ ગુનો તથા મુદ્દામાલગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં ૦૨૪૦/૨૦૨૧ ના કામે હિરો સ્પલેન્ડર મો.સા નં જી.જે.૧૨.ઇ.એ.૭૨૬૭ કિ.રૂ.૩૫૦૦૦/-અન્ય મો.સા ની સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ કાર્યવાહી કરેલ છે. ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટરડી.એમ.ઝાલા તથા પો.સબ.ઇન્સ જી.કે.વહુનીયા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ છે.

Related Articles

Back to top button