गुजरात

અમદાવાદની આ 18 ખાનગી હૉસ્પિટલોમાં હવે લઇ શકાશે કોરોનાની સારવાર, જોઇ લો યાદી

ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના આંકડાએ ચિંતા ઉપજાવી છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં  પહેલીવાર 977 નવા કેસ અને 490 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં એક દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,398 પર પહોંચ્યો છે. ત્યારે સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને જગ્યા મળી નથી રહી. ત્યારે એએમસીએ અમદાવાદની 18 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પોતાના ખર્ચે સારવાર મેળવી શકે છે.

જાહેર કરાયેલી આ 18 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવશે. જ્યારે અન્ય 50 ટકા બેડ અન્ય દર્દીઓને આપી શકશે. આ અંગે ઓર્ડર કરીને 18 ખાનગી હોસ્પિટલોને તાત્કાલિક અસરથી નવો આદેશ ન અપાય ત્યાં સુધી ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે.

Related Articles

Back to top button