गुजरात

અમદાવાદ: પરિણીત પુરુષે પ્રથમ લગ્ન છૂપાવીને કર્યા બીજા લગ્ન, આ રીતે ખુલી પોલ

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તાર માં એક વ્યક્તિએ પોતે પરિણીત હોવા છતાં આ હકીકત છૂપાવીને બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના હાથમાં યુવકના પ્રથમ લગ્નના ફોટોવાળું આલ્બમ આવી જતા યુવકની પોલ ઊઘાડી પડી ગઈ હતી. બાદમાં લગ્ન કર્યાં હોવા છતાં ઘરમાં પ્રવેશ ન આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી કરી છે.

આશ્રમ રોડ શાંતિનગરમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે વર્ષ 2011માં સમાજના અગ્રણી થકી તેમનો સંપર્ક ઘાટલોડિયામાં રહેતા પ્રિયાંક સાથે થયો હતો. ટેલીફોનિક વાતચીતમાં બંનેએ ઇમેઇલની આપ લે કરી હતી. જેમાં પ્રિયાંકે ઓસ્ટ્રેલિયામાં MBA સહિત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવી હોવાનું જણાવ્યું હતું. શૈક્ષણિક લાયકાત જોઈને યુવતીએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સમાજના રીત-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા.

Related Articles

Back to top button