અમદાવાદઃ પુત્રવધૂના ડર, ધમકી અને ત્રાસથી તણાવમાં આવેલા સસરાનું મૃત્યુ, ચિઠ્ઠીમાં ચોંકાવનારો ખુલાસો, ફરિયાદ નોંધાઈ
અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું (Old man) ફેબ્રુઆરી માસમાં મૃત્યુ થયું હતું. થોડા દિવસો બાદ ઘરમાંથી એક ચિઠ્ઠી (latter) મળી આવી હતી. જેમાં મૃતક દીપકભાઈ એ તેમની પુત્રવધૂ (daughter in law) પર કેટલાક આક્ષેપ કર્યા હતાં. પુત્રવધૂ ત્રાસ આપતી, ડરાવતી, ઝગડા કરતી હતી. જેથી ટ્રેસમાં આવેલા સસરાનું (father in law death) મૃત્યુ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ભાઈ બહેનના સંબંધોને લઈને ખોટી ચર્ચાઓ લોકોને કરતા પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી હોવાનો પણ આક્ષેપ કરતા ચિઠ્ઠી પરથી પોલીસે (police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સોમેશ્વર બંગલોમાં રહેતા કલ્પનાબહેન શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમનો દીકરો જીગર તથા તેની પત્ની એટલે કે પુત્રવધૂ નેત્રા સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી પણ છે જેના લગ્ન 1998માં થયા હતા અને તે તેના પતિ સાથે સિંગાપુર ખાતે રહે છે. કલ્પનાબહેનના દીકરા જિગરના આજ થી 18 વર્ષ પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થયા હતાં. બાદમાં જીગરના બીજા લગ્ન શાદી ડોટ કોમના માધ્યમથી ન્યુઝીલેન્ડ પીઆર નેત્રા પટેલની સાથે કરવામાં આવ્યા હતા. નેત્રાના પણ બીજા લગ્ન હતા. વર્ષ 2011માં બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. કલ્પના બહેનના પતિ દીપકભાઈ ગોમતીપુર ખાતે ગોડાઉન ધરાવી કોલસાનો વેપાર ધંધો કરતા હતા અને તેમની સાથે તેમનો દીકરો પણ કામકાજ કરતો હતો.