गुजरात

ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અંજાર પોલીસ

 

અંજાર

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરી તથા ઘરફોડના ગુના શોધી કાઢવા જેથી અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા . નાઓ એ અંજાર પોસ્ટે . ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨૧૦૨૯૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૫૫૪ મુજબ ના ગુનો તા -૦૨ / ૦૪ / ૨૦૨૧ ના કલાક ૧૯/૩૫ વાગ્યે જાહેર થયેલ આ કામેના ફરીયાદી દિપકભાઇ ઘનશ્યામભાઇ કોટક નાઓની અંજાર મધ્યે કસ્ટમ ચોકમાં આવેલ કપડાની દુકાન માથી કપડા ચોરી થયેલ ને પો.ઇન્સ શ્રી એમ.એન.રાણા સાહેબ એ હ્યુમન ઇન્ટેલીઝન્સના આધારે ખાનગી રાહે બાતમી હકીકત મેળવી કે ઉપરોકત ગુના કામે ચોરી થયેલ મુદામાલ અંજાર મધ્યે ગંગાનાક લીમડાની પાસે આરોપી મુદામાલ વેહચી રહેલ હોવાની હકીકત આધારે પો.ઇન્સશ્રી એમ.એન.રાણા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપી તથા મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસર કરવા આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એમ.એમ જોષી સાહેબ ચલાવી રહેલ છે પકડાયેલ આરોપી : જયતી ઉર્ફે હકલો માવજીભાઇ સોરઠીયા ઉ.વ ૪૦ રહે . સોરઠીયા ફળીયુ રાદલ માતાજીના મંદીર પાસે અંજાર કજે કરેલ મુદ્દામાલ : કપડાની જોડી નંગ -૩૮ કુલ કી.રૂ ૨૨૮૦૦ / આરોપી નો ગુનાહીત ઇતીહાસ અંજાર પોસ્ટ ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨૦૦૧૧૯૯૩૦૦૩૨૦૦૫૦૭/૨૦૨૦ પ્રોહી કલમ -૬૫ ( એ ) ( એ ) મુજબ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે પો.સ.ઇ શ્રી એમ.એમ જોષી સાહેબ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા

Related Articles

Back to top button