गुजरात

કચ્છ જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી બન્ને સંવર્ગના અપેક્ષિત હોદ્દેદારો સહભાગી થયા.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગની બેઠક ધારી(અમરેલી) ખાતે યોજાઈ

અબડાસા

રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી

બેઠકની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી મહેશભાઈ મોરી દ્વારા શાબ્દિક પરિચય કરી ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે દતોપંત ઠેગડી શતાબ્દી વર્ષ અન્વયે તેમના જીવન-કવનનો પરિચય કરાવ્યો હતો.અમરેલી વિભાગ કાર્યવાહ રાદડિયાએ રામજન્મભૂમિ નિધિ સંકલન યોજનાની માહિતી આપી હતી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલે સંગઠનાત્મક ગતિવિધિઓ અને સંગઠનની સફળ રજૂઆતો અંગે ઉપસ્થિત હોદ્દેદારો ને માહિતગાર કર્યા હતા.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજય અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે દત્તક દીકરી યોજનાની માહિતી આપી જરૂરિયાત મંદ બાળકોની આરોગ્ય,શિક્ષણ અને આર્થિક બાબતોની ચિંતા કરી સહયોગી બનવા અપીલ કરી હતી.રાજય મહામંત્રી રતુભાઈ ગોળએ સંગઠન દ્વારા રાજય કક્ષાએ થયેલી વિવિધ રજૂઆતો જેવી કે 4200 ગ્રેડ પે,એચ.ટાટ પ્રશ્નો,શિક્ષણ સેવા વર્ગ-2 પરિક્ષા, સી.પી.એડ/બી.પી.એડ/એ.ટી.ડી શિક્ષકોના પ્રશ્નો અંગે રાજય સંગઠન દ્વારા થયેલ કાર્યવાહીથી માહિતગાર કર્યા બાદ ગત બેઠકના ઠરાવોનું વાંચન કર્યું હતું જેને ઉપસ્થિત સર્વે હોદ્દેદારોએ સર્વાનુમતે બહાલી આપી હતી.

સૌરાષ્ટ્ર સંભાગની આ બેઠકમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ રાજય ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા,અધ્યક્ષ કિશોરસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી રમેશભાઈ ગાગલ,કા.અધ્યક્ષ રામસંગજી જાડેજા, કોષઅધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, ભુપેશભાઇ ગોસ્વામી અને માધ્યમિક સંવર્ગ વતિ રાજય ઉપાધ્યક્ષ મુરજીભાઈ મીંઢાણી અને જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંજા એ કર્યું હતું તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Back to top button