સુરત: જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી કરી યુવાનની હત્યા, પરિવારનું હૈયાફાટ રૂદન

સુરત: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જાણે સતત વધી રહ્યો હોય તેમ રોજેરોજ હત્યા, લૂંટ, દુષ્કર્મની ઘટાનાઓ વધી રહી છે. ત્યારે ગઇકાલે રાતે પણ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કમલેશ નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને ઘાકતી હત્યા કરવામાં આવી છે. જોકે, હત્યા કરીને થોડી જ મિનિટોમાં હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામનો યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. કમલેશની કોઈ અંગત અદાવતમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઉપરાછાપરી ઘા કરવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, હત્યારા આ ઘાતકી હત્યાને અંજામ આપીને જોતજોતામાં ફરાર થઇ ગયા હતા.