गुजरात

અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં આજે રહેશે પાણી કાપ, AMCએ શું કરી વૈકલ્પિક વ્યવસ્થા?

અમદાવાદઃ શહેરમાં ચાર ઝોનમા આજે ગુરુવારે સવાર અને સાંજ પાણી કાપ (water cut) રહેશે . અમદાવાદ શહેરમાં નવી પાણી લાઇન અને રીપેરીગ કાગમીરી માટે પાણી કાપ મુકાયો છે. એએમસી અધિકારી હરપાલસિંહ ઝાલાએ માહિતી આપતા કહ્યું હતુ કે કોતરપુર વોટર વર્કસમાં આવેલ ૨૦૦ એમ એલ ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતી ૨૦૦૦ મીમી વ્યાસની એમ એસ પાઇપલાઇનમાં રો વોટર પંપ હાઉસ પાસે લીકેજ રીપેરીગની કામગીરી કરવમાં આવનારી છે.

આ ઉપરાત ૨૦૦ એમ એલ ડી પ્લાન્ટ વોટર પુરુ પાડતી ૨૦૦૦ મીમી વ્યાસની લાઇનમાંથી રો વોટર પંપ હાઉસ જોડાણ કરેલ પાઇપનો પ્લેટ કટીંગની કામગીરી, નરોડ વર્કશોપથી સીટીએમ તરફ જતી ૨૧૦૦ મીમી વ્યાસની લાઇન પર કૃષ્ણ નગર , લિલા નગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સ્ટેશનના શિફ્ટ કરેલ લાઇનની કામગીરી કરવામાં આવશે

તેમજ વિરાટનગર ચાર રસ્તા પર ૮૦૦ મીમી લાઇનનું ૨૧૦૦ મીમી વ્યાસની લાઇન સાથે જોડાણ કરેલ જગ્યાએ પ્લેટ કટીગની આવનાર ૨૨૦૦ મીમી વ્યાસની ઈસ્ટર્ન ટ્રંક મેઇન્સ સાથે જોડાણની કામગીરી ૪ માર્ચના રોજ કોતરપુર ૨૦૦ એમ એલ ડી પ્લાન્ટમા શટડાઉન લઇ તથા ૬૫૦ એમ એલ ડી પ્લાન્ટમા ઇસ્ટ્રન સાઇડ ૫૦ ટકા પંપીગ ચલાવી કરવાની થતી હોય છે .

Related Articles

Back to top button