गुजरात
Surat : કોર્પોરેશન પછી પંચાયતની ચૂંટણીઓમાં પણ AAPનું ખાતું ખૂલ્યું, જાણો કઈ બેઠક પર થયો વિજય?

સુરતઃ સુરત મહાનગર પાલિકા બાદ જીલ્લામાં પણ AAPનું ખાતું ખુલ્યું છે. સુરત જિલ્લામાં AAPનું ખાતું ખુલ્યું છે. કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે. ફરીદાબેન આગવાનની આંબોલી બેઠક પરથી જીત થઈ છે. જૂનાગઢ તાલુકા પંચાયતના બંધાલા બેઠક પર આપની જીત થી છે. વિલાસબેન વાલાની જીત થઈ છે.
જ્યારે જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.