गुजरात

રાજ્યમાં કોરોનાનો ફરી તરખાટ, ગઈકાલે નવા 348 કેસ નોંધાયા, 33 દર્દી વેન્ટિલેટર પર

કોરોના માંડ માંડ કાબુમાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ અને કાર્યકરોએ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેનું
પરિણામ એ આવ્યું કે કોરોનાએ ફરી કૂદકો માર્યો છે.

ગઈકાલે કોરોનાના નવા કેસ 300થી પણ વધારે આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં કુલ કોરોનાના નવા 348 કેસ નોંધાયા હા. જ્યારે 294 દર્દી સ્વસ્થ થયા હતા.

ગઈકાલે નોંધાયેલ કુલ કેસમાં અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 1786 કેસ છે. જેમાના 35 દર્દીઓ વેન્ટિલેટર છે.

છેલ્લા પાંચ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 1,470 નવા કેસ નોંધાઇ ચૂક્યા છે અને તેના ઉપરથી જ સર્જાઇ રહેલી ગંભીર સિૃથતિનો તાગ મેળવી શકાય છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

બનાસકાંઠા-બોટાદ-દાહોદ-ડાંગ-જામનગર-પોરબંદર-સુરેન્દ્રનગર અને વલસાડ એમ 8 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

Related Articles

Back to top button