સુરતમાં Corona બેકાબુ: 24 કલાકમાં 299 કેસ, રાંદેરમાં દર્દીઓનો રાફડો ફાટ્યો, તંત્ર ફરી દોડતું થયું
સુરત: જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 299 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 238 જયારે ગ્રામીણ વિસ્તારમાં 61 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 42827 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1054 પર પહોંચ્યો છે. તેવામાં આજે 214 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.
આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 299 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 238 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 31495 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 61 કેસ સાથે દર્દી સંખ્યા 11271 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 42827 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1054 થયો છે. જેમાંથી 281 મૃત્યુ જિલ્લાના છે અને 773 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 173 જ્યારે જિલ્લામાં આજે 41 દર્દીને રજા આપતા, કુલ 214 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 39998 જેમાં શહેર વિસ્તરમાં 29475 જયારે ગ્રામીય વિસ્તારના 10523 દર્દી છે.