રૂપાણી સરકારે સ્કૂલો શરૂ કરવા મુદ્દે લીધો મોટો નિર્ણય, ક્યાં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર ? સ્કૂલમાં પરીક્ષા આપવી પડશે
અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ કરવા માંડી છે. તેના ભાગરૂપે પહેલાં ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા હતા. ત્યાર બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શર કરાયું અને હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ સ્કૂલો શરૂ થશે એ નક્કી છે. રાજ્ય સરકારે કરેલી દાહેરાત પ્રમાણે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતા આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજીયાત છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયાામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે, 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેેશે .રાજ્યની જીલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે અને પરીક્ષા બાદ મુલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી ,ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.