गुजरात

આમોદ તાલુકામાં ત્રી પાંખ્યો જંગ હજુ તો જામ્યો નથી ત્યાં તો AIMIM પાર્ટીના ઉમેદવારોની બલી ચઢાવી દેતા AIMIM પાર્ટીના સુપડા સાફ, સમગ્ર પંથકમાં મચી ચકચાર..

Anil Makwana

આમોદ

રીપોર્ટર – જાવીદ મલેક

સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં દરેક રાજ્કીય પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પોતાના પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થાય તે માટે નવા નવા હડકંડા અપનાવી નવા નવા પેટ્રા રચી રહી છે ત્યારે આ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આમોદ તાલુકા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો ઉભા કરી ધમાકેદાર એન્ટ્રી સાથે ચૂંટણીમાં જંપલાવ્યું હતું, ઉમેદવારોનો ઉત્સાહ અને AIMIM પાર્ટીના સમર્થકો જોતા જાણે AIMIM પાર્ટી ચૂંટણી પહેલાં જ વિજ્ય બની હોય તેવુ રણસિંગુ આમોદ પંથકમાં ફૂકાયું હતું પરંતુ ફોર્મ ભરાય ગયા બાદ પાર્ટીના ઉમેદવારોને મેન્દેત ન અપાતા ફોર્મ ભરેલા ઉમેદવારો રોષે ભરાયા હતા અને AIMIM પાર્ટીના જિલ્લા કક્ષાએ નિમેલા ઉમેદવારો બીજેપી અને કોન્ગ્રેસ પાર્ટી સાથે વેચાય ગયા હોય તેવો ઘાટ ઘડાતા આમોદ માં ત્રી પાંખ્યો જગ છેદાવાની શરૂઆત થતાની સાથે AIMIM પાર્ટીના ઉમેદવારોને મેદાન છોડી ભાગવાનો વારો આવ્યો હતો જેથી ચૂંટણી પહેલાં જ AIMIM પાર્ટીના આમોદ પંથકમાંથી સુપડા સાફ થઇ જતા લોકો માં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા અને AIMIM પાર્ટીના ઉમેદવારો સહીત કાર્યકરો રોષે ભરાતા ધોબી ના કુતરા ન ઘરના ન ઘાટના એવી ઉક્તિ સાચી સાર્થક થઈ હતી

 

Related Articles

Back to top button