गुजरात
વાંસદા_ઉનાઈ તાપં સીટ પર રસિક ભાઈ ટાંકે ઉમેદવારી ફોર્મ ભરવા કારના કાફલા લઈને કચેરી ખાતે ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા.
વાંસદા_ ઉનાઈ-તા પંચાયત સીટ પરથી રસિક ભાઈ ટાંકે ઉમેદવારી નોંધાવી

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકા કચેરી ખાતે મેળા જેવો માહૌલ દેખાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શનિવાર તા.૧૩-૦૨-૨૦૨૦ છેલ્લી તારીખ હોવાથી ઉનાઈ તા.પં સીટ પર ઉમેદવારો ફોર્મ ભરવા માટે રસિકભાઈ ટાંક નો ઉનાઈ થી કારનો કાફલો વાંસદા પહોંચ્યો હતો સાથે ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહૌલ દેખાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યક્રમ જોડાયા હતા રસિક ભાઈ ટાંક આગામી સમયમાં તા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આમ પોતાના ગામમાં તેમજ આજુ બાજુના ગામમાં સારુ એવું વર્ચસ્વ ધરાવતા રસિક ભાઈએ ઉનાઈ તા પંચાયત સીટ પર કારના કાફલા સાથે વાંસદા તાલુકા કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા જ્યારે ભાજપ-કોંગ્રેસ ના બને ઉમેદવાર ચૂંટણી માં ઉભા રહેતા આ ઉનાઈ સિટ પરના રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ પણ થશે.