મુંદ્રા પોલીસ અત્યાચારના પિડિત હરજુગ ગઢવીએ અમદાવાદ સિવિલમા આજે અંતિમ શ્વાસ લીધા…
Anil Makwana
મુંદ્રા
રિપોર્ટર – કાન્તિલાલ સોલંકી
અમદાવાદ સિવિલમા છેલ્લા 15 દિવસથી સારવાર લઈ રહેલ હરજુગભાઈ ગઢવી જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યો હતો અને મોત અને જીવનની લડાઇ મા આજે મોત જીતી ગઈ છે. આજે મુંદ્રા પ્રકરણમા ગઢવી સમાજના બીજા ભાઇએ દેહ છોડ્યો છે. બે યુવાનોને મોતના મુખમા ધકેલવા વાળા ગુનેગારો હજુ પકડાયા નથી. ત્યાં બીજા યુવકે પણ સારવાર દરમ્યાન દમ તોડ્યો સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જનાર મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ મામલે આજે કેસમાં દુર્ભાગ્યપુર્ણ નવો વણાંક આવ્યો છે. 3 યુવકો પર પોલિસે દમન ગુજાર્યા બાદ એક યુવાનનુ પહેલાજ મોત થયુ હતુ જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે ખસેડાયા બાદ હરજોગભાઈ ગઢવી નામના યુવાનને કીડનીમાં વધુ તકલીફ પડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પરંતુ સતત તબીયત બગડ્યા બાદ આજે યુવાને દમ તોડ્યો છે. થોડા દિવસો પહેલાજ ગઢવી સમાજના આગેવાનો દ્રારા ચીમકી ઉચ્ચારી હતી અને પોલિસને 72 કલાકમાં આરોપીઓ પકડવા માટે અલ્ટીમેટમ અપાયુ હતુ. કે પોલિસ જવાબદાર અધિકારીઓ નિ ધરપકડ કરે પરંતુ આ કિસ્સામાં આજે અરેરાટી ભર્યો વણાંક આવ્યો હતો અને વધુ એક યુવાને દમ તોડ્યો છે. સમાજના આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા છે બે-બે યુવકોના પોલિસ દમનના મોતથી ચોક્કસ સમગ્ર કચ્છમાં આ કિસ્સાએ ચકચાર સર્જી પોલિસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે