गुजरात

નારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા નાના નખત્રાણા સીમ નારણપર ની અંદર થી અદાણી પાવર ગ્રીડ કંપનીના ખાનગી ખેડૂત ખાતેદારને માલિકીની અંદરથી 220kv ના વીજ ટાવર મને વીજવાયરો પસાર થતા ખેડૂતોની પરવાનગી વગર પોલીસ પ્રોટેક્શન લઈ પોલીસને સાથે રાખી જશવંતભાઈ પટેલ ની વાડીની અંદર થી નોટિસ આપ્યા વગર અને વગર પરમિશને ટાવર ઉભા કરવાના ફાઉન્ડેશન ખોદવામાં આવી રહ્યું હતું ત્યારે ખેડૂતોને જે સરકારશ્રીએ અદાણી ના ભાવ વળતર માટેના નક્કી કર્યા છે તે માટે ખેડૂતોને રાજી નથી તે માટે કચ્છ કિસાન સંઘના નખત્રાણા ગામ ના નખત્રાણા તાલુકાના અને કચ્છ જિલ્લાના મહામંત્રી વાલજીભાઈ લીંબાણી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગયા હતા સરકારશ્રીએ કંપની માટે ઠરાવ કરીને જે ભાવ નક્કી કરેલ છે તે ખેડૂતોને પોસાય તેમ નથી અને નિયમો નેવે રાખી ગાઈડલાઈન નો દુરુપયોગ કરી અને આ લીલી જાડી પર્યાવરણને નુકસાન કરી વન્ય જીવો વગેરે પણ ખૂબ જ મોટી રીતે નુકસાન થઈ રહ્યું છે ત્યારે અદાણી પાવર ગ્રીડ કંપની ના કર્મચારીઓ પ્રોટેક્શન માટે આવેલ પોલિસ મિત્રો સાથે અને કોન્ટ્રાક્ટર અને જમીન સંપાદનના સમાધાન માટે રાખેલ માણસો યોગ્ય ન હોય તેઓ ખેડૂતોએ જણાવ્યું હતું માટે કરીને માટે કરીને કિસાન સંઘના હોદ્દેદારો ખેડૂતોની ટીમને જ સાથે રાખી કોઈપણ બાબતે પોલ ક્યાંથી લેવા જો બાજુમાં સરકારી પડતર નો વિકલ્પ હોય તો તેનો ઉપયોગ કરો તેવી ભલામણ કંપનીના અધિકારીને ખેડૂતપુત્રે કરી હતી કોઈપણ જાતની જોહુકમી દાદાગીરી ખેડૂત મિત્રો નહીં ચલાવી લે એવું અદાણી પાવર કંપનીના અધિકારીઓને ખેડૂત પુત્રોએ ચોખ્ખા શબ્દોમાં જણાવી સ્થળ ઉપર જે ખેડૂતના ખેતર ની અંદર થી વી ટાવર કેવી થાંભલા પસાર થાય છે તેની મંજૂરી ની સીટ ખેડૂત પુત્રએ સ્થળ ઉપર માંગી હતી અને કામ શરૂ કરતા પહેલા નોટિસ ના હો મળી હોવાની ફરિયાદ પણ કરી હતી અને અને કંપનીના અધિકારીઓ અને પોલીસ મિત્રોને ત્યાંથી જવાનું સૂચન કર્યું હતું

 

Related Articles

Back to top button