गुजरात

અમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું

અમદાવાદ: શહેરમાં માંડ માંડ લૂંટના ભેદ ઉકેલાયા ત્યાં હવે એક ગેંગ એક્ટિવ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા પાલડી અને એલિસબ્રિજમાં બીઓબી બેન્ક માં ચોરીનો નિષફળ પ્રયાસ થયો હતો. ત્યારે હવે વસ્ત્રાપુરમાં આવેલી એક બેંકના એટીએમમાં  એક શખશ ડિસમિસ લઈને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, ડિસમિસ લઈને ઘૂસેલા આ શખ્સની સાથે એજ થયું છે જે અપેક્ષિત હતું પરંતુ બેંકના કર્મચારીને જાણ થતા ભાંડો ફૂટ્યો હતો.

આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં રહેતા મનીષભાઈ દવે ડ્રાઇવ ઇન રોડ પર આવેલા એસબીઆઈ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ જે બેંકમાં ફરજ બજાવે છે ત્યાં જ એક એટીએમ સેન્ટર આવેલું છે. વાસી ઉત્તરાયણના દિવસે તેઓ ફરજ પર આવ્યા ત્યારે ત્યાં મેસેન્જર તરીકે ફરજ બજાવતા તુષાર ભાઈ જાનીએ એટીએમ માં કોઈએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની જાણ કરી હતી. જેથી ત્યાં જઈને તપાસ કરી તો એટીએમ મશીનનું આગળનું પતરું તૂટેલું હતું. મશીનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો કોઈએ કર્યો હતો.

બાદમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ મોઢે સફેદ રૂમાલ અને માથે PUMA લખેલી ગરમ ટોપી પહેરી ડિસમિસથી મશીન તોડવાનો પ્રયાસ કરતો હતો. પણ મશીન ન તૂટતા આ ચોરીનો નિષફળ પ્રયાસ થયો હતો. જોકે એટીએમ મશીનને નુકશાન થતા પોલીસને જાણ કરાઈ હતી. વસ્ત્રાપુર પોલીસ ઉત્તરાયણના બંદોબસ્તમાં રહેતા તસ્કરે આ તકનો લાભ લઇ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button