गुजरात

અમદાવાદ: શું તમે પણ Paytm વાપરો છો? તો આવી ભૂલ ક્યારેય ન કરશો, ખાલી થઇ જશે બેંક ખાતુ

અમદાવાદ : કેટલાક સમય થી ગૂગલ પર અલગ અલગ હેલ્પ લાઇન નંબર પર મદદ મેળવવા માટે સંપર્ક કરતા વ્યક્તિએ આર્થિક નુકસાન ભોગવવાનો વખત આવ્યો હોય તેવા અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરમાં જોવા મળ્યો છે. જેમાં ફરિયાદીએ Paytm મારફતે ટ્રાન્સફર કરેલ રૂપિયા જમા ના થતાં તેમને ગુગલ પરથી Paytm કસ્ટમર કેરનો નંબર મેળવવા માટે સર્ચ કર્યું હતું પરંતુ નંબર મળી શક્યો ન હતો અને રૂપિયા રિફંડ લેવાના બદલે બીજા 63 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે.

મૂળ રાજકોટના કમલેશ લીલા બોપલ ખાતે જી.સી.એમ નામની એકેડમી ધરાવે છે અને બોપલ બ્રાન્ચ બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવે છે. કમલેશભાઈએ Paytm મારફતે મધ્ય પ્રદેશ ગ્રામીણ બેંકમાં રૂપિયા 5 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જોકે, કોઈ કારણોસર આ રૂપિયા જમા થયા ના હતા. જેથી તેમણે ગૂગલ પરથી પેટીએમ કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. જોકે નંબર મળી શક્યો ન હતો. બાદમાં થોડા સમય બાદ કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને નોઈડા પેટીએમ વિભાગીય મુખ્ય ગ્રાહક મેનેજર તરીકેની ઓળખ આપી હતી.

અને ફરિયાદીને પેટીએમમાં થયેલી સમસ્યા જાણીને એક મોબાઈલ નંબર આપ્યો હતો અને ફરિયાદીના મોબાઈલમાં પેટીએમ ઓપન કરાવી તે મોબાઈલ નંબર રજિસ્ટર કરવા માટે કહ્યું હતું.

જેમાં એકાઉન્ટ કોડ નાખવાનું કહ્યું હતું અને તેણે આપેલ ઓટીપી નંબર નાંખતા 19,885 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેની જાણ ફરિયાદીએ આ ગઠીયાને જાણ કરતાં તેણે કહ્યું કે, paytm બેંકની ટેકનિકલ ખામી છે. જેથી તમારે આ પ્રક્રિયા ત્રણ વખત કરવાની રહેશે બાદમાં તમારા રૂપિયા રિફંડ મળશે.

Related Articles

Back to top button