गुजरात

દક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં કાવીના આશાસ્પદ યુવાનનું કોરોના માં થયેલું કરૂણ મોત.

Anil Makwana

જંબુસર

રીપોટર – ફારુક સૈયદ કાવી

ઐયુબ હલદરવા ના જણાવ્યા મુજબ જંબુસર તાલુકાના યુવાનો રોજગારી માટે વિદેશની ધરતી પર જાય છે ત્યારે કેટલીકવાર યેનકેન પ્રકારે માદરે વતનની ભૂમિ પર પરત આવી શકતા નથી અને વિવિધ કારણોસર મૃત્યુને શરણે જાય છે આવો જ એક બનાવ તાજેતરની પરિસ્થિતિ એટલે કે કોરોના ને કારણે એક આશાસ્પદ યુવાન મૃત્યુને શરણે ગયો છે બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામના આશાસ્પદ ૨૬ વર્ષીય યુવાન ઈરફાન ઈબ્રાહીમ લીલી વાલા રોજગાર અર્થે પોતાની પત્ની અને બે વર્ષની નાની દીકરી ને માદરે વતનમાં મૂકી પરદેશની ભૂમિ પર એટલે કે દક્ષિણ આફ્રિકાના જતીન શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગયો હતા ત્યાં પોતાના મિત્રોની સાથે હાર્ડવેરની દુકાન માં પાર્ટનર તરીકે કામ કરતો હતા પોતાના મિત્ર સાથે માદરે વતન આવવાનો હોય જેથી covid 19 ના નીતિ નિયમો પ્રમાણે 72 કલાક અગાઉ કોરોના ટેસ્ટ કરાવવાનો હોય જેથી ઈરફાન લીલી વાલા એ કોરોના ટેસ્ટ કરાવતા તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તે વતનમાં આવી શક્યો ન હતા અને થોડા જ કલાકોની ગણતરીમાં કોરોના ને કારણે તેનું મરણ થયું હતું ઘર નો આધાર સ્તંભ જવાથી ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો તેઓ તેમની પાછળ માતા તેમની બે બહેનો અને ધર્મ પત્ની તેમજ બે વર્ષની દીકરી ને વિલાપ કરતા મૂકી ગયા હતા સમગ્ર બનાવની જાણ કાવી ગામે થતા સમગ્ર લીલી વાલા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું.

 

Related Articles

Back to top button