गुजरात

108ના કર્મચારીને મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકી ઊંઘવું ભારે પડયુ, એકસાથે બે મોબાઈલ ફોન ચોરાયા

અમદાવાદ : અત્યાર સુધીમાં અનેક દુકાનોમાં કે ઘરોમાં ચોરી થઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ હવે અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે જેના કારણે થઈ અવનવા ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં 108 એમ્બ્યુલન્સમાંથી તસ્કરો ચાર્જિંગમાં મૂકેલા બે મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ મામલે તસ્કરોએ કરેલી ચોરીની સાથે 108ના કર્મચારીની બેદરકારી પણ ગણી શકાય છે.

નરોડામાં રહેતા જીતેન્દ્રભાઈ ભૂનેતર 108 ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. બે વર્ષથી શાહઆલમમાં 108ના લોકેશન ઉપર ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવે છે. જેમાં તેઓને સરકારી મોબાઈલ પણ ઈશ્યૂ થયો છે. બે દિવસ પહેલા તેઓની શિફ્ટ દરમિયાન તેઓ હાજર હતા ત્યારે 108 વાનના પાયલોટ બળદેવભાઈ પણ હાજર હતા. તે દરમિયાન તેમને એક ઇમરજન્સી કોલ એટેન્ડ કર્યા બાદ છેલ્લે એક વાગ્યાનો કોલ પૂરો કરી પાયલોટ સાથે આરામ કરતા હતા. ત્યારે ત્રણ વાગ્યે એક કોલ આવેલો હતો જે ઈસનપુરથી એલજી હોસ્પિટલનો હતો.

જેથી તેઓ તેમના લોકેશન ઉપર ગયા હતા. આ દરમિયાન તેમણે તેમનો સરકારી મોબાઈલ અને પોતાનો પર્સનલ મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો. સવારે સાત વાગ્યે 108 વાનમાં મોબાઈલ લેવા જતાં મોબાઈલ ફોન જણાયા ન હતા.

Related Articles

Back to top button