गुजरात
રાજ્યમાં મેઘરાજા મહેરબાન : 141 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 141 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ તાલુકામાં 12.8 ઇંચ નોંધાયો છે. સુરતના ઉમરપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર ના લખતરમાં 10 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે ભારે વરસાદ પડશે. લૉ પ્રેશર અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.