સુરત : એક મહિના પહેલા લગ્ન કરનાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતા ટૂંકાવ્યું જીવન

કોરોના મહામારી વચ્ચે સતત આર્થિક ભીંસના સમયમાં લોકોના આપઘાત કરવાના સમાચારોસામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તરમાં રહેતા અને એક મહિના પહેલા લગ્ન કરેલા યુવાને આર્થિક ભીંસમાં આવી જતા પોતાની રીક્ષા વેચ્યા બાદ વધારે નાણાકીય ખેંચ આવ્યા પછી સતત માનસિક તાણમાં રહેતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
કોરોના મહામારી વચ્ચે લોકોના ધંધા કે રોજગાર હજુપણ રાબેતા મુજબ નથી ચાલુ થયા. જેને કારણે લોકો સતત અને આહીં સંકડામણ અનુભવતા માનસિક તાણમાં આવીને આપઘાત સુધીના પગલાં ભરી લેતા હોય છે ત્યારે ત્યારે વધુ એક યુવાને આપઘાત કરી લેવાની ઘટના સમયે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે રહેતો અને રીક્ષા ચલાવી સાહિલ ગુલામ સૌયદ પરિવારને મદદ કરતો હતો. જોકે, કોરોનાને કારણે રીક્ષા બરાબર નહિ ચાલતી હોવાથી આર્થિક ભિંસમાં હતો.
આ યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. એકતો પોતાનું કામ બરાબર નહિ ચાલવા સાથે લગન ખર્ચને લઇને આર્થિક ભીંસ પડતા 15 દિવસ પહેલા પોતાની રીક્ષા પણ તેણે વેચી નાખી હતી. આર્થિક ભીંસ અને આજીવા કમાઈને આપતી રીક્ષા પણ વેચી નાખતા સતત માનસિક તાણમાં આવેલા આ યુવાને ગતરોજ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી.