गुजरात

અમદાવાદ : 2020નો છેલ્લો દિવસ ભારે રહ્યો, મેઘાણીનગરમાં 1.78 કરોડનાં દાગીનાની લૂંટ, 3 શખ્સો ફરાર

અમદાવાદ: શહેર પોલીસ માટે 31મી ડિસેમ્બર  એટલે કે વર્ષ 2020 નો અંતિમ દિવસ તણાવ ભર્યો રહ્યો હતો. રામોલમાં ફાયરિંગ કરી એકની હત્યા નિપજાવવામાં આવી ત્યાં એલિસબ્રિજના ભુદરપુરામાં પથ્થર મારો થયો હતો. ત્યાં આગલા દિવસે એટલે કે 30મીની રાત્રે મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે ત્રણેક લોકોએ બે લોકોને ઢોર માર મારી 1.78 કરોડના પાર્સલ લૂંટી લીધા હતા.

શહેરના સરદાર નગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી જય માતાજી લોજીસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે.

તેમની રાજકોટ વાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરી એરકાર્ગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલો મોકલવાના હોય છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે . ગત 30મીએ અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો.

Related Articles

Back to top button