गुजरात

સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની વધું ઍકવાર લઘુમતી સમાજ માટે સરાહનીય કામગીરી કરવામા આવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા એ ફોન પર વાત કરી લઘુમતી સમાજ દીકરી 1.50 લાખ જેટલી રકમ ની ફી માટે સરાહનીય કામ કર્યું

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલીયા ગામના ડેપ્યુટી સરપંચ ની દીકરી ને ભરૂચ જિલ્લાના સંસદ મનસુખ વસાવા ને રજુઆત કરતાં ફક્ત 5 દિવસમાં 1 લાખ 54 હજાર જેટલી રકમ તાત્કાલિક ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને ફોન પર વાત કરી લઘુમતી સમાજ માટે સરાહનીય કામ કર્યું હતું..
જિલ્લાના સંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવા ની વધું ઍકવાર લઘુમતી માટે સરાહનીય કામગીરી કરવામા આવી.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપલીયા ગામના ડેપ્યુટી સરપંચ ડેલાવાળા ઈસ્માઈલ આદમ ભાઈ ની દીકરી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી જેમની કોલેજ ની ફી કોરોના મહામારી માં ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમ મા રૂપિયા ન હોવાને કારણે આવી શકી ન હતી. જો કદાચ આ ઇસ્માઇલ ભાઈ ની દીકરી આ ફી ના રૂપિયા જમા ન કરી શકે તો તેઓની દીકરી નું આખું વર્ષ બગડે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી હતી. પરંતુ તે દરમિયાન ઇસ્માઇલ ભાઈ એ ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી માઈનોરિટી મંત્રી જાવીદ મલેક નો સમ્પર્ક કરતાં , જાવીદભાઈ એ તાત્કાલિક મનસુખ ભાઈ ને ફોન કરી ભરૂચ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત માટે લય ગયા હતા. અને ત્યાં ઇસ્માઇલભાઈ અને તેમની દીકરી ને બેસાડી તેમની બધી વાત સાંભળી તાત્કાલીક ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમ માં ફોન કરી ત્યાં ની માહિતી મેળવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને ફોન કરી ફક્ત 5 દિવસમાં ઇસ્માઇલભાઈ ની દીકરી ના દોઢ લાખ રૂપિયા ની આસપાસ ફી કરાવી આપી હતી. અને કાન પર આ વાત જતા ભરૂચ જિલ્લાના મનસુખ વસાવા એ બીજા 201જેટલા વિદ્યાર્થીઓ ને પણ એજ્યુકેશન માટે મણતાં નાણાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ને લઘુમતી સમાજ માટે રજુઆત કરી તેમના ખાતા ઓ માં પણ રૂપિયા નખાવી ની લઘુમતી સમાજ માટે એક સરાહનીય કામગીરી કરી આપી હતી ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમ મા લઘુમતી સમાજને ધંધા રોજગાર અને એજ્યુકેશન માટે લાખો રૂપિયા ફાણવવા આવે છે, અને આ લાભ થી જેમની પાસે એજ્યુકેશન માટે રૂપિયા ની સગવડ નથી થતી, તેવા લોકો ને મોટી માત્રામાં દેશ વિદેશમાં એજ્યુકેશન માટે ગુજરાત સરકાર અલ્પસંખ્યક નાણાં નિગમ લાખો રૂપિયાનુ ધિરાણ આપે છે.અને ધંધા રોજગાર માટે પણ અલ્પસંખ્યક લઘુમતી સમાજને લાખો રૂપિયાનું લૉન ની ધિરાણ ગુજરાત સરકાર માં અલ્પસંખ્યક નાણાં નિગમ દ્વારા કરવામાં આવે છે.

 

Related Articles

Back to top button