गुजरात

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવના બીજા કેસે દસ્તક દેતા આછોદ ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે કોરોનાની દેહસત થી લોકોની નીંદ ઉડી જવા પામી છે

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોનાનો બીજો દર્દી મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના આછોદ ગામે ગઈકાલે આરોગ્ય કેન્દ્રની આસા વરકરોનો કોરોનાનો ટેસ્ટ લેવાયો હતો જે પૈકી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી આછોડ ગામમાં કોરોના પોઝિટિવ નો આંક એક થી વધી 2 ઉપર પહોંચ્યો છે ભરૂચમાં સતત આઠમા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં કોરોનાની દેહશતે લોકોની નીંદ ઉડાવી દીધી છે આમોદ તાલુકાના આછોદ ગામે 45 વર્ષીય મહિલાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 60 પર પહોંચી

Related Articles

Back to top button