गुजरात

સુરતમાં TRB જવાન સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીને મળી ધમકી, ‘તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો જાન સે હાથ ધો બેઠેગી.’

સુરતમાં રહેતી યુવતીને એક TRB જવાને લગનની લાલચ આપી પ્રેમ સંભંધ રખ્યા હતા. જોકે યુવતી ગર્ભવતી થઇ જતા યુવાને તેની સાથે લગ્ન કર્યા હતા. લગન જીવન દરમિયાન યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ દિલમાં કાણું હોવાને કારણે આ TRB જવાને આ મહિલાને તરછોડી વતન ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનમાં આ જવાનના ભાઈ દ્વારા યુવતીને ધમકી આપવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તું અપની જાન સે હાથ ધો બેઠેગી.’ આવી ધમકી મળતા યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

સુરતમાં એક યુવતીને એક યુવાન સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. આ યુવાને પ્રેમ સંબધમાં યુવતી સાથે મજા કરી બાદમાં યુવતી ગર્ભવતી બનતા પરિવારની જાણકારી બહાર લગન કાર્યા તો ખરા પણ આખરે આ યુવતીને તરછોડી ભાગી જતા આ ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રેદેશની વાતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલી ભવાનીનગરમાં રહેતી રૂપા ઉર્ફે પૂનમ પ્રમોદ સીંગ. આ યુવતી હાલ એક બાળક સાથે રહે છે આ યુવતીને આજથી ચાર વર્ષ પહેલા પોતાની મિત્ર કંચન દિપક કનૈયા ચૌહાણ મીર હોવાને લઇને અનેક વખત તેના ઘરે જતી હતી. ત્યારે આ મહિલા મિત્રના પતિનો મિત્ર નામે દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ સાથે પરિચય થયો હતો. દિપેન્દ્રએ પૂનમ સમક્ષ પ્રેમનો એકરાર કરતા કહ્યું હતું કે, મૈ તુમ્હે બહોત પ્યાર કરતા હું, મૈ તુમ્હારે બિના નહીં રહે શકતા, મૈ તુમશે શાદી કરના ચાહતા હું, મૈ તુમ્હારે બિના મર જાઉંગા એમ કહ્યું હતું.

Related Articles

Back to top button