વાંસદાના અજમલગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સ્થાનિક સ્વરાજની ચુંટણી બેઠક યોજાઈ
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે અજમલગઢ ખાતે ખેડૂતોની વિવિઘ યોજનાઓ અને હાલમાં એક મહીનાથી ચાલતું આવેલ ખેડૂતોનું આંદોલનને લગતા વિવિધ પશ્ર્નોને પ્રાધાન્ય આપતા અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો ની ચુંટણીને લઈ બેઠક યોજી હતી. વાંસદા તાલુકાના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સરપંચો અને કાર્યકરો આગેવાનો ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જે આ કાર્યક્રમ ની શરૂઆતમાં વંદેમાતરમ ના ગીત સાથે દિપ પ્રાગટય કરીને કાર્યક્રમ સફળ રીતે શરૂ કરાયું હતું.
શરુઆતમાં જ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ આવનારી ચુંટણી લક્ષી અને ખેડૂતોને મળતાં લાભો વિષે ચર્ચાઓ કરી હતી.હાલમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રભાઈ તોમર ભારત સરકાર દ્વારા તમામ રાજયના ખેડૂતો સંગઠનો સાથે વાતચીત કરી. એક પત્રિકા ખેડૂત ભાઈઓ અને બહેનો ના નામે જાહેર કરેલ છે. તે તમામ ને આપી હતી. જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહે કહયું હતું કે વાંસદા તાલુકા નું કોઈ એવું પવિત્ર ધામ હોય મહાદેવ ના સાનિધ્યમાં આ બેઠક યોજી શરૂઆત કરીએ છીએ તેવું જણાવ્યું હતું. માનનીય ડૉ.કે.સી.પટેલ સાંસદ વલસાડ દ્વારા પણ આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી વિશે અને ભૂતકાળની ચુંટણી કાર્યકરો વિશે વડાપ્રધાન મોદી એ 370 ની કલમ હટાવવા સફળ થયા છે.વાંસદા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હવે પછી હશે તેવું દેખાય રહયું છે તેવું જણાવ્યું હતું. તથાં બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન બંધ નહીં થાય તેવી મને ખાત્રી મળી છે.વાંસદા તાલુકાના ચુંટણી ઈન્ચાર્જ બાબુભાઈ જીરાવાલા તરફથી ચુંટણી નો ટંકાર વાગી ચુક્યો છે. વાંસદા ના કાર્યકરો સંગઠિત થઈ લડે તો આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપણી જ હોય અને તૈયારીઓ કરવાની હોય. આ કાર્યક્રમ માં ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા પેજ કમિટી ની રચના ની કાર્યવાહી જેણે પૂર્ણ કરેલ તેને અભિનંદન પાઠવ્યું હતું. ભાજપ ની સરકાર તરફથી તમામ વચનો પૂરાં કરેલ છે. ભારતીય જનતા પાર્ટી એ એવા કામો વિકાસ ના કર્યા છે જેથી સામી છાતીએ ચુંટણી વચ્ચે લોકોની સમક્ષ જઈ શકીએ અને નીચું ન જોવા પડે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમ માં ગુજરાત કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિ.ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ,વલસાડ સાંસદ ડૉ. કે.સી.પટેલ,ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ,બાબુભાઇ જીરાવાલા, વિરલભાઈ, ભગુભાઇ, અશ્વિનભાઈ,જીગરભાઈ,તથાં વાંસદા તાલુકા ના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહયા. આવનારી ચુંટણી માં જંગી બહુમતી થી ભાજપ ના ઉમેદવાર ચુંટાઈ તેવી ગાઈડ લાઈન મુજબનું આયોજન કરાયું હતું.