गुजरात
આમોદ શહેર ખાતે આમોદ પોલીસ સ્ટાફ અને વેપારી એસોસિએશન દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું..
આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ પોલીસ સ્ટાફ તેમજ નગર પાલિકા આમોદ તથા વેપારી એશોસિએશન દ્વારા આમોદ ટાઉનમાં માસ્ક વિતરણ અને જન જાગૃતિ ફેલાવવા સારું કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેમાં આમોદ PSI સુથાર સાહેબે શાકભાજીના વેચાણ કરતાં વેપારીઓ અને લારી, ગલ્લા અને દુકાનદારો ને માસ્ક વિતરણ કરતાં સલાહ અને માર્ગદર્શક આપ્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત આમોદ PSI સુથાર સાહેબ, આમોદ પોલીસ સ્ટાફ, વેપારી એસોસિએશન ના સમદ ભાઈ બેકરી વાણા, હાજી હસન શેરભાઈ, મુન્ના ભાઈ શાકભાજી વાણા, અને બીજા કેટલાક નાનાં મોટાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.