गुजरात

મોદી આજે કચ્છમાં, જાણો બપોરના ભોજનમાં શું પીરસવામાં આવશે

ગાંધીનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ​વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે દિલ્હીથી સાડા અગિયાર વાગે કચ્છ આવવા રવાના થશે. મોદી બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે અને ભૂજથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્ચના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

Related Articles

Back to top button