गुजरात

સુરતમાં અસામાજિક તત્વોનો ભોગ બન્યા પોલીસકર્મી, હૉસ્પિટલમાં ઓક્સિજન આપવા જતા થયો હુમલો

સુરતમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી સામાન્ય લોકો આવા અસામાજિક તત્વોનો ભોગ બનતા હતા. હવે આ ઈસમોએ ગતરોજ રાત્રે પોલીસ કર્મચારી પર પણ હુમલો કર્યો છે. જોકે, હજીરાથી ઓક્સિજન લઇને સ્મીમેર હોસ્પિટલ આવતા આ કર્મચારીને હોસ્પિટલ બહાર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેવામાં અસામાજિક તત્વો નો આંતક દિવસેને દિવસે સતત વધી રહીયો છે તેવામાં અત્યાર સુધી આવા ઈસમો સામાન્ય લોકોને રંઝાડતા હતા. પણ હવે તો હદ એ વાતની થઇ ગઈ છે કે, આવા માથા ફરેલા અને અસામાજીક તત્વોએ પોલીસ પણ પણ હુમલો કરતા હોય છે. જોકે સુરત પોલીસમાં હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હાલમાં હજીરા ખાતેથી ઓક્સિજન હોસ્પિટલમાં લાવા માટેની ફરજ બજાવી રહ્યાં છે.

ત્યારે ગતરોજ મનીષભાઈ નામના પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન હજીરા ખાતેથી ઓક્સિજનની ટેંકરમાં બેસીને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં હૉસ્પિટલના ગેટ પર પોંહચીને ઓક્સિજનની ગાડીમાંથી ઉતર્યા હતા. તે સમયે રિક્ષામાં સવાર ત્રણ જેટલા ઇસ્માએ તેના પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજા પોંહચાડીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસ પર હુમલો થતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.

Related Articles

Back to top button