ગુજરાતીઓ થઇ જાવ તૈયાર : માવઠા બાદ હવે ત્રણ દિવસ કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં માવઠા બાદ હવે હવામાન સામાન્ય થઇ રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં ઠંડીમા વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી (cold) વધવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પારો 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયુ હતું.
ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું (Snowfall) અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ગયઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.