गुजरात

82 વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં ફાયરના જવાનોને 111111નું દાન કરી ઉમદા મિસાલ કાયમ કરતા અમદાવાદના ઉષાબહેન રાજેન્દ્ર મહેતા

Anil Makwana

અમદાવાદ

રિપોર્ટર – પારસ રાઠોડ

૮૨ વર્ષ ના ઉમરે શ્રી ઉષા બહેન રાજેન્દ્ર ભાઈ મહેતા પોતાના સ્વગૅસ્થ પતિ ની સ્મૃતિમાં સમાજ ના રક્ષક એવા અમદાવાદ ફાયર સર્વિસ ના જવાનો પ્રત્યે કૃતઘ્નતા વયકત કરી ડો. પંકજભાઈ શાહ, સંજીવની હેલ્થ, પ્રમુખ ની પ્રેરણાથી રુ. ૧,૧૧,૧૧૧/- નુ માતબર દાન કલમ 80 – જી ( 5 ) હેઠળ 50% કરમુક્ત રજીસ્ટર્ડ અમદાવાદ ફાયર સર્વિસ બેનીવેલન્ટ વેલ્ફેર ફંડમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસરને સંજીવનીના ટૃસ્ટીશ્રી મનોજ સોની અને ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી એમ પી મિસ્ત્રિની ઉપસ્થિતિમાં અપૅણ કરી સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે .જે બાબતે વડીલ માતૃ તુલ્ય ઉષા બહેનને સ્વ. શ્રી રાજેન્દ્ર ભાઈ મહેતા ને સાદર શ્રધ્ધાંજલી સહ સ્નેહ વંદન કરી તેઓ શ્રી તથા આ ઉમદા કાર્યના પ્રેરણા સ્ત્રોત સંજીવની ટ્રસ્ટ ના પ્રમુખ ડો. શ્રી પંકજભાઈ શાહ અને ટ્રસ્ટી શ્રી મનોજ ભાઈ સોનીનો ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટે સાદર આભાર વ્યક્ત કર્યો હતો

Related Articles

Back to top button