વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર,સર્જાઈ જેના કારણે ઉત્પાદન કરવા માટે તૈયાર કરેલ કાચી ઈટો ઉપર વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ઈંટના ભઠ્ઠા માલિકોએ ઈંટ પાડવાની હજુ તો શરૂઆત જ કરી હતી.હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કર હતી જેના પરિણામે વહીવટીતંત્ર દ્વારા નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જાણકારીઆપી હતી.પરંતુ આ બાબતથી અજાણ ઇંટ માટે તૈયાર કરેલ તમામ કાચો માલ ઉપર પાણી ફરી વળતા ભઠ્ઠા માલિકોને નુકસાન થવા પામ્યું છે હાલમાં જ ઈંટ ઉત્પાદકોએ પોતાની સિઝનના શ્રી ગણેશ કર્યા છે વરસાદને પગલે ઈંટના ભઠ્ઠાઓમાં ઠેરઠેર પાણી ભઠ્ઠાઓમાં ભારે નુકસાન ત્યારે આટલું મોટું નુકસાન થતાં ઈંટ ઉત્પાદકો ને કમોસમી વરસાદથી થયેલ નુકશાન ને કારણે આર્થીક ભીંસ માં આવે ગયા છે.