गुजरात

કોરોના મહામારીને કારણે આર્થિક સંકડામણે સુરતમાં વધુ એક યુવાનનો લીધો ભોગ

કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે વેપાર ધંધો બંધ થતા પરિવારનું આર્થિક ગુજરાન નહિ ચાલવી શકતા હોવાને કારણે સતત માનસિક તાણમાં રહેતો સુરતના વધુ એક યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા કે પોતાનો વેપાર ઉધોગ નહિ ચલતા સતત લોકો આપઘાત કરવાની ઘટના સામે આવી રહી છે. મૂળ જૂનાગઢના ઉમેશપુરાગામના વતની અને હાલ પુણાગામમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતા 20 વર્ષીય શરદ ઘનશ્યામભાઈ વઘાસિયા સુરતના યોગીચોકમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો. જોકે, કોરોના મહામારી વહચે લોકડાઉન થઇ જતા લોકડાઉનમાં દુકાન બંધ કરીને વતન ગયો હતો. ત્યાં રૂપિયાની આર્થિક તકલીફ પડતા અને પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ થતા ફરી વેપાર ધંધા શરૂ કરવા માટે 15 દિવસ પહેલા વતનથી સુરત ખાતે આવી પોંહચ્યો હતો. તે પોતાની રાબેતા મુજબ પોતાની નાસ્તાની હોટલ શરુ કરી હતી.

Related Articles

Back to top button